કોનો કાર્પસ વૃક્ષ ન વાવવા તથા તે અંગે જાગૃતિ ફેલાવવા વન વિભાગે જાહેર કરેલ પત્ર, સૌની જાણ માટે

conocarpus-trees : વન વિભાગની નર્સરીઓમાં અને વાવેતરોમાં કોનો કાર્પસના રોપા ઉછેર ન કરવા બાબત : આથી વન વિભાગના તમામ સંબંધિત અધિકારી, કર્મચારીઓને જણાવાવનું કે, ગુજરાત રાજ્યમાં વિદેશી પ્રજાતિ કોનોકાર્પસના ઉછેરનો વ્યાપ વધી રહેલ છે. સંશોધન અહેવાલો મુજબ આ પ્રજાતિના પર્યાવરણ અને માનવજીવન ઉપર નકરાત્મક અસરો ગેરફાયદાઓ ધ્યાને આવેલ છે.

તેના મૂળ જમીનમાં ઊંડે સુધી જાય છે અને ખૂબ જ વિકાસ પામે છે. જેથી ઘણા સંદેશાવ્યવહાર કેબલ ઘણી ડ્રેનેજ લાઇન અને તાજા પાણીની વ્યવસ્થાને નુકશાન પહોંચાડે છે. આ વૃક્ષમાં શિયાળાની ઋતુમાં ફૂલો આવે છે જેના પરાગરજકો આજુબાજુના ના વિસ્તારમાં ફેલાય છે જેના કારણે નાગરીકોમાં શરદી, ઉધરસ, અસ્થમા, એલર્જી વગેરે રોગો થવાની શકયતા રહે છે તેવુ જાણવા મળેલ છે.

ઉપરોકત બાબતોને ધ્યાને લઈ ગુજરાત રાજયમાં આવેલ તમામ ખાતાકીય અને વન મહોત્સવ નર્સરીઓમાં કોનોકાર્પસના રોપા ઉછેરવા તેમજ કોઈ પણ વાવેતર વન વિસ્તાર તેમજ વન વિસ્તાર બહારના વિસ્તારમાં આ પ્રજાતિના રોપાનું વાવેતર કરવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવે છે. વધુમાં તમામ સંબંધિતોને સ્પષ્ટ સૂચના આપવામાં આવે છે કે કોનોકાર્પસના વાવેતર અને તેના આડ અસરો બાબતે વન વિભાગ દ્વારા જાગૃતિ કાર્યક્રમો/કિસાન શિબિર/પ્રકૃતિ શિક્ષણ શિબિર મારફતે રાજયના આમ નાગરીકોને સમજણ આપવા પણ જણાવવામાં આવે છે.

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો