આયુષ્માન કાર્ડ ડાઉનલોડ કરો : Ayushman Card Download Online

Ayushman Card Download Online : આયુષ્માન કાર્ડ ડાઉનલોડ કરો, તમારા મોબાઈલ માં ફક્ત એક મિનિટ માં, આયુષ્માન પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના એટલે કે મુખ્યમંત્રી અમૃતમ / મુખ્યમંત્રી અમૃતમ વાત્સલ્ય આયુષ્માન ભારત યોજનાનું આયુષ્માન કાર્ડ તમે નથી બનાવેલું અથવા બનાવેલું છે પરંતુ એ ખોવાઈ ગયુ છે, તૂટી ગયુ છે કે પછી ઘરે આવ્યું જ નથી તો આ માહિતી તમારા માટે ખુબજ ઉપયોગી છે કારણકે આ આર્ટિકલ માં તમને ઘરે બેઠા ઓનલાઇન તમારા મોબાઈલ દ્વારા ફક્ત 5 મિનિટ માં આયુષ્માન કાર્ડ ડાઉનલોડ (Ayushman Card Download Online ) કેવી રીતે કરી શકો છો એ સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ સમજાવાનો અમે પ્રયત્ન કરીશું,

આયુષ્માન કાર્ડ ડાઉનલોડ કરો

યોજનાનું નામપીએમ આયુષ્માન ભારત યોજના (ધાનમંત્રી જન આરોગ્ય યોજના)
શરુશ્રી નરેન્દ્ર મોદી દ્વારા 25 સપ્ટેમ્બર, 2018 ના રોજ
લાભહોસ્પિટલોમાં 10 લાખ રૂપિયા સુધીની મફત સારવાર
સત્તાવાર વેબસાઈટhttps://bis.pmjay.gov.in/BIS/mobileverify
હેલ્પલાઈન14555

આયુષ્માન કાર્ડ ઓનલાઇન ડાઉનલોડ કેવી રીતે કરવું?

Step 1 : તમારે સૌપ્રથમ આયુષ્માન કાર્ડ ડાઉનલોડ કરવા માટે આ https://bis.pmjay.gov.in/BIS/mobileverify વેબસાઇટ પર જવાનું રહેશે.

Step 2 : ત્યાં મેનુ બારમાં ઉપર ત્રણ લાઈન પર ક્લિક કરવાનું રહેશે અને ત્યાં નીચે તમને Download Ayushman Card નું ઓપ્શન મળશે તેના પર ક્લિક કરવાનું રહેશે.

Step 3 : ત્યાર બાદ Aadhaar સિલેક્ટ કરી ને Scheme મા PMJAY સિલેક્ટ કરવાનું રહશે અને તમારું રાજ્ય એટલે કે આપણે ગુજરાત સિલેક્ટ કરવાનું રહશે અને તમારો આધાર કાર્ડ નંબર દાખલ કરવાનો રહેશે. ત્યારબાદ તમારા આધાર કાર્ડ સાથે જે મોબાઈલ નંબર લિંક હશે એ મોબાઈલ નંબર પર એક OTP આવશે તે અહીંયા ENTER OTP માં દાખલ કરવાનો રહેશે. અને Verify બટન પર ક્લિક કરવાનું રહેશે.

Step 4 : ત્યાર બાદ હવે એક નવું પેજ ખુલશે અને ત્યાં તમારું નામ અને આયુષ્માન કાર્ડ ક્યારે બનાવેલું છે અને કઈ યોજના હેઠળ આવે છે એ જોવા મળશે અને બાજુ માં Download Card પર ક્લિક કરીને તમે તમારું આયુષ્માન કાર્ડ ડાઉનલોડ કરી શકો છો.આવી જ સરખી પ્રોસેસ કરી ને તમે તમારા પરિવાર ના સભ્યોનું આયુષ્માન કાર્ડ ઘરે બૈઠા ડાઉનલોડ કરી શકો છો

Step 5 : ત્યાર બાદ તમને pdf માં તમારું આયુષ્માન કાર્ડ ડાઉનલોડ થઈ જશે.જે નીચે આપેલ છે , નીચે આપેલ ફોટો તમને ફક્ત માહિતી મળી રહે એ માટે અમે મુકેલ છે.

મહત્વપૂર્ણ લિંક : Download Ayushman Card

આયુષ્માન કાર્ડ ડાઉનલોડ કરવાઅહીં ક્લિક કરો

Leave a Comment

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો