RBI તરફથી ઓનલાઈન પેમેન્ટ કરનારા યુઝર્સને મોટી ભેટ,  ઈન્ટરનેટ વગર 500 રૂપિયા થશે ચૂકવણી

RBI તરફથી ઓનલાઈન પેમેન્ટ કરનારા યુઝર્સને મોટી ભેટ આપવામાં આવી છે.  ઈન્ટરનેટ વગર 500 રૂપિયા ચૂકવી શકાશે. પહેલા આ મર્યાદા 200 રૂપિયા હતી, જેને RBIએ વધારીને 500 રૂપિયા કરી દીધી છે. 

RBI તરફથી ઓનલાઈન પેમેન્ટ કરનારા યુઝર્સને મોટી ભેટ આપવામાં આવી છે.  ઈન્ટરનેટ વગર 500 રૂપિયા ચૂકવી શકાશે. પહેલા આ મર્યાદા 200 રૂપિયા હતી, જેને RBIએ વધારીને 500 રૂપિયા કરી દીધી છે. 

કેન્દ્ર સરકાર દ્વારા ઓનલાઈન પેમેન્ટને સતત પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. પરંતુ નબળા ઈન્ટરનેટને કારણે ગામડાઓ અને અંતરિયાળ વિસ્તારોમાં ઓનલાઈન પેમેન્ટ કરનારા યુઝર્સની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો હતો, જેના કારણે ઓફલાઈન પેમેન્ટની મર્યાદા વધારવામાં આવી છે. 

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા એટલે કે RBI તરફથી ઓનલાઈન પેમેન્ટ કરનારા યુઝર્સને મોટી ભેટ આપવામાં આવી છે. વાસ્તવમાં, RBI દ્વારા UPI લાઇટ વૉલેટથી ઑફલાઇન ચુકવણીની મર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે. પહેલા આ મર્યાદા 200 રૂપિયા હતી, જેને RBIએ વધારીને 500 રૂપિયા કરી દીધી છે. એટલે કે હવે યુઝર્સ UPI Lite Wallet સાથે ઈન્ટરનેટ વગર 500 રૂપિયા સુધીની ચુકવણી કરી શકશે.

UPI લાઇટ વોલેટ લિમિટ વધારવાથી, ઇન્ટરનેટ વિનાના અને નબળા ઇન્ટરનેટવાળા વિસ્તારોમાં રહેતા લોકોને ઘણી સરળતા મળશે. જો કે, ઈન્ટરનેટ વગર ઓનલાઈન પેમેન્ટની એકંદર મર્યાદા 2000 રૂપિયા રાખવામાં આવી છે. RBI દ્વારા UPI લાઇટના મહત્તમ ઉપયોગ માટે મર્યાદા 200 રૂપિયાથી વધારીને 500 રૂપિયા કરવામાં આવી છે. આની મદદથી યુઝર્સ ઝડપી ગતિએ પેમેન્ટ કરી શકશે.

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો