My Ration Mobile App :અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહકની બાબતોનો વિભાગ ગુજરાત રાજ્ય દ્વારાદ્વારા દરેક લાભાર્થી નાગરિક ને દર મહીને અનાજનો જથ્થો આપવામાં આવતો હોઈ છે આજે તમને મળવાપાત્ર અનાજનો જથ્થો હવે ચેક કરો તમારા મોબાઈલમાં, My Ration Appમાં જેની સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે.
My Ration Mobile App
આ એપ્લીકેશનની મદદથી રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા 2013 (N.F.S.A.) અંતર્ગત પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના આવતા તમામ લાભાર્થીઓને વિનામૂલ્યે અને રાહત દરે અનાજ વિતરણ કરવામાં આવે છે. આ યોજનાનો લાભ ગુજરાતના અંદાજીત 71 લાખથી વધુ રેશનકાર્ડ ધારકો લાભ લઇ રહ્યા છે.
તમને કેટલું અનાજ મળવાપાત્ર છે?
કોઈ પણ લાભાર્થી પોતાના મોબાઈલમા “માય રેશન એપ્લીકેશન”ની તેમણે મળવાપાત્ર જથ્થો ચેક કરી શકશે. આ માટે જેને એપ્લીકેશનમાં જઈને “મળવાપાત્ર જથ્થો” ઓપ્શન હશે તેમાં જવાનું રહેશે. ત્યાર બાદ લાભાર્થી પોતાનો રેશનકાર્ડ નંબર નાખવાનો રહેશે અને મહિનો વર્ષ સિલેક્ટ કરી કેપ્ચા કોડ નાખ્યા બાદ સર્ચ બટન પર ક્લિક કરી મળવાપાત્ર જથ્થો ચેક કરી શકશે.
બિલ રસીદ ડાઉનલોડ કરો
લાભાર્થી આ એપ્લીકેશનની મદદથી તેમને મળવાપાત્ર જથ્થો ચેક થઇ શકશે અને ત્યાર બાદ જે જથ્થો મળે છે તેની બિલ રસીદ પણ ડાઉનલોડ કરી શકશે આ માટે લાભાર્થીએ “બિલ રસીદ” ઓપ્શન પ્રર જવાનું રહેશે અને ત્યાર બાદ રેશનકાર્ડ નંબર નાખવાનો અને કેપ્ચા કોડ લખ્યા બાદ સર્ચ કરવાનું રહેશે. આ સાથે જ તમારા મોબાઈલથી સ્ક્રીન પર એક બિલ રસીદ (સ્લીપ) દેખાશે જેમાં તમને મળવાપાત્ર જથ્થાની તમામ વિગતો આપવામાં આવેલ હશે.
આ એપ્લીકેશનમાં વ્યાજબી ભાવની દુકાનની તમામ વિગતો પણ જાણી શકશો, દુકાનદારનું નામ, સરનામું અંને ગુગલ મેપ પર દુકાનનું લોકેશન વગેરે માહિતી જુઓ.
“My Ration” મોબાઈલ એપ્લિકેશન
દરેક લાભાર્થીને “My Ration” મોબાઈલ એપ્લિકેશન ડાઉનલોડ કરવા ખાસ વિનંતી છે. આ એપ્લીકેશનથી આપને મળવાપાત્ર અનાજના જથ્થાની વિગતો, વિતરણ ભાવ, મેળવેલ જથ્થો, ઓનલાઈન રિસિપ્ટની વિગતો મેળવી શકશો. કોઈ પણ લાભાર્થી પોતાને મળવાપાત્ર અનાજના જથ્થાની વિગતો www.ipds.gujarat.gov.in પોર્ટલ પરથી “તમને “મળવાપાત્ર જથ્થા” પર ક્લિક કરીને, રેશનકાર્ડ નંબર દાખલ કરીને જાણી શકો છો. હવે, આ એપ્લીકેશનની મદદથી આપનો મોબાઈલ નંબર રેશનકાર્ડ સાથે સીડ કરાવી શકો છો.
નોંધ : આ માહિતી અમને વિવિધ માધ્યમો દ્વારા મળેલ છે તેથી તેની ખરાઈ કરી લેવી.
My Ration એપ ડાઉનલોડ કરવા | અહીં ક્લિક કરો |
માહિતીતક હોમપેજ | અહીં ક્લિક કરો |