પડદા ઘણા લોકો માટે ઉતારીને સાફ કરવા આળશ સમાન હોય છે. પરંતુ ધોયા વિના અને ઉતાર્યા વિના સાફ કરી શકાય છે.
ઘરના પડદાને ધોયા વગર ચકચકાટ કરી શકાય છે. ગંદા પડદા ઘણા લોકો માટે ઉતારીને સાફ કરવા આળશ સમાન હોય છે. પરંતુ ધોયા વિના અને ઉતાર્યા વિના સાફ કરી શકાય છે. પડદા ઘરના આંતરિક ભાગનો એક મહત્વપૂર્ણ હિસ્સો છે. પડદાથી ઘરની રોનક વધુ ચમકતી હોય છે. બારી-બારણા ખુલ્લા હોય ત્યારે આવી સ્થિતિમાં ખૂબ જ ઝડપથી બહારથી ધૂળ તેના પર જમા થાય છે, જેના કારણે તે ગંદકી જમા થાય છે અને તે દુર્ગંધયુક્ત બને છે.
જો પડદા ફક્ત ધૂળથી ગંદા દેખાતા હોય, તો તમે તેને સાફ કરવા માટે સોફ્ટ બ્રશનો ઉપયોગ કરી શકો છો. બ્રશને ઉપરથી નીચે સુધી ખસેડીને, પડદાના ખૂણાઓમાં જમા થયેલી ધૂળને દૂર કરો ઉપરાં લિન્ટ રોલરનો ઉપયોગ કરી શકો છો. જો પડદા ઊંચા લટકતા હોય, તો ટેબલ પર ચઢીને તેને સાફ કરવું વધુ અનુકૂળ છે.
આ ઉપરાંત વેક્યુમ ક્લીનર્સનો ઉપયોગ સામાન્ય રીતે સોફા અને ગાદલાને સાફ કરવા માટે થાય છે. પરંતુ પડદા સાફ કરવા માટે તે એક ઉત્તમ સાધન પણ છે. વેક્યૂમ ક્લીનરથી કર્ટેન્સ હાથથી સાફ કરવા કરતાં ક્લીન લાગે છે. સીડી અથવા ટેબલનો ઉપયોગ કરીને, તમારા પડદાને સળિયાની નજીક પકડીને જોરથી હલાવો. જેનાથી ધૂળ અને ગંદકી દૂર થશે. આ સાથે તમે તેને થોડા સમય માટે તડકામાં પણ રાખી શકો છો.
જો પડદા પર ચીકણા સ્ટેન હોય, તો વેક્યૂમ ક્લીનર તેને દૂર કરવા માટે પૂરતું નથી. પરંતુ આનો અર્થ એ પણ નથી કે તેમને સાફ કરવા માટે તેમને પાણીમાં ધોવાની જરૂર છે. આ માટે તમારે સ્ટીમ ક્લીનરની જરૂર પડશે. તેને ઉપર અને નીચે ખસેડીને સાફ કરી શકાય છે. પછી રૂમમાં પંખો ચાલુ કરો અને તેને સારી રીતે સુકાવા દો. આ આખી પ્રક્રિયા તમારા પડદાને ધોયા વિના પણ નવા જેવા ચમકાવશે.