Gujarat Talati Bharti 2023 : ગુજરાતમાં તલાટી, શિક્ષક, પોલીસ તેમજ વિવિધ કેડરમાં રાજ્ય સરકાર દ્વારા ભરતીઓ બહાર પાડતી રહે છે. હાલમાં તલાટી અને જુનીયર ક્લાર્ક માટે ભરતીની કામગીરી હાલ અંતિમ તબક્કામા આવી ગઈ છે. ત્યારે ફરી થી રાજ્ય સરકાર એ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારો માટે તલાટી ભરતી 3077 જગ્યાઓ માટે આગામી સમયમાં ભરતી જાહેર કરવામાં આવશે એવી જાહેરાત કરી છે.
ગુજરાત રાજ્યમાં 3077 તલાટીની કરાશે ભરતી
ગુજરાતના યુવાઓ માટે ખુશી ના સમાચાર ફરી એક્વાર તલાટી ભરતી આવી રહી છે છે. દરેક યુવાનનુ સપનું હોઈ જે તલાટી બની પંચાયત વિભાગમા જોડાઇને સારી સેવા આપી શકે, ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી કક્ષાએથી આ નવી ભરતીને સૈધ્ધાંતિક મંજુરી પણ આપી દીધી છે. તો આ ભરતી ક્યારે આવશે, કેટલી ભરતી આવશે, શૈક્ષણિક લાયકાત શું હશે તે વિગતવાર ભરતી સત્તાવાર જાહેરાત આવ્યા બાદ જ ખબર પડશે.
ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલનો સૌથી મોટો નિર્ણય
હવે બાપુજી ફરી વાતો કરશે કે મારો છોકરો કે છોકરી તલાટી બનશે, આગામી સમયમાં ગુજરાતમાં 3077 તલાટીની ભરતી કરવામાં આવનાર છે. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે યુવાનો માટે નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી કક્ષાએથી આ ભરતીને સૈદ્ધાંતિક મંજૂરી પંચાયત વિભાગને આપી દેવામા આવી છે. ટૂંક સમયમાં પંચાયત વિભાગ દ્વારા ભરતીની જાહેરાત બહાર પાડવામા આવશે.
આથી ગુજરાતના બેરોજગાર યુવાનો માટે વધારે એક ખુશી ના સમાચાર સામે ગયા છે. માટે અત્યારથી જ તલાટીની તૈયારી શરુ કરી નાખો.